પલસાણા: જોળવા વિસ્તારની મિલમાં ફરી આગની ઘટના રાઘવ ફેશન સેન્ટર મશીનમાં આગ લાગતા નાસભાગ મચી, 5 ફાયર ફાઇટરો કામે લાગ્યા
Palsana, Surat | Oct 10, 2025 જોળવા ગામે પહેલી સપ્ટેમ્બર 2025 ના રોજ સંતોષ મિલમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા તેવા ભોગ બનેલા પરપ્રાંતિય શ્રમજીવી હજી હોસ્પિટલ માંથી બહાર આવ્યા નથી ત્યાતો ફરી જોળવા વિસ્તારની રાઘવ ફેશન મિલના સેન્ટર મશીનમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી આ આગ લાગતા પલસાણા એન્વાયરો ફાયરની ટીમ, બારડોલી ફાયરની ટીમ મળી કુલ 5 ફાયર ફાઇટરો સાથે ફાયર બ્રિગેડ જવાનોએ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા છે જ્યાં અત્યારે કોઈ જાનહાનિ થઈ નથી