ખંભાળિયા: દ્વારકામાં એક આસામીની 97 લાખની જમીન પર મહિલા સહિત ત્રણનું દબાણ પોલીસે લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરી
દ્વારકાના જોધા માણેક રોડ પર એક આસામીની આવેલી રૂ.૯૭ લાખની બજાર કિંમતવાળી જગ્યા પર મહિલા સહિત ત્રણ વ્યક્તિએ નવેક મહિનાથી દબાણ કરી લીધાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે. દ્વારકા શહેરમાં નિર્ધન ચોકમાં રહેતા જયંતભાઈ રણછોડભાઈ સામાણી (ઉ.૬૩) નામના લોહાણા વૃદ્ધની જોધા માણેક રોડ પર સિટી સર્વે નં.૮૦૦માં ૨૭૭.૪૫ ચોરસ મીટરવાળી જગ્યા આવેલી છે. તે જગ્યામાં ગયા ઓક્ટોબર મહિનાથી ત્રણ વ્યક્તિએ કબજો જમાવી લીધો છે.