ડીંડોલી કરડવા રોડ પર 27 ડિસેમ્બરના રોજ રાત્રિના પોણા આઠ વાગ્યાના સમય દરમિયાન બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં ફરાર ઓટો રિક્ષા ચાલકની શુક્રવારે ડીંડોલી પોલીસે ધરપકડ કરી છે. ઓટોરિક્ષા ચાલક પ્રશાંત પાટીલ દ્વારા પોતાની ઓટો રીક્ષા પૂર ઝડપે હંકારી રોડ ક્રોસ કરી રહેલા અશોક સોની નામના વ્યક્તિને અડફેટે લીધો હતો. ગંભીર ઇજાના કારણે અશોક સોની નું મોત નીપજ્યું હતું. ડીંડોલી પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જે ગુનામાં આરોપીની ધરપકડ કરાય છે.