મહુવા: મોટા ખુંટવડામાં માલણ નદી કાંઠે જુગારધામ પર પોલીસનો દરોડો
ગામે માલણ નદી પાસે આવેલા માવાડુંગર નજીક જાહેર સ્થળે ચાલી રહેલા જુગારધામ પર પોલીસ દ્વારા સફળ દરોડો પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ મોટા ખુંટવડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ પ્રવિણભાઈ બારૈયા, હેડ કોન્સ્ટેબલ મનદીપસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ ગોવિંદભાઈ પંડ્યા પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે માલણ નદી પાસે લાલજીભાઈ વેકરિયાની વાડી નજીક કેટલાક લોકો પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. બ