તળાજા: ચૈતર વસાવાના સમર્થનમાં તળાજામાં AAPની પદયાત્રા, ભાજપ સરકાર વિરુદ્ધ કરાયા સૂત્રોચ્ચાર
તળાજા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા આપના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં ચૈતરભાઈ વસાવા સહિત કુલ નવ આરોપીઓને સાત વર્ષની જેલ અને રૂ. 25 હજાર દંડની સજા ફટકારવામાં આવી છે. આ સજાના વિરોધમાં તેમજ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં તળાજા તાલુકા અને શહેર આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી. પદયાત્રા દરમિયાન કાર્યકરોએ હાથમાં બેનરો