પલસાણા તાલુકાના વરેલી ગામમાં સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. વરેલી સીમમાં આવેલી અમરદીપ ટેક્સટાઇલના ધાબા પર સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં એક કામદારે પોતાના જ સાથીદારના માથામાં લાકડાના ફટકા મારી હત્યા કરી દીધી. મૃતક હર પ્રસાદ રાજભાન બૈગા (ઉં. ૩૪) અને આરોપી સાગર રાજુ પ્રજાપતિ બંને મધ્યપ્રદેશના વતની છે અને ૧૨ જાન્યુઆરીએ જ વરેલી કામ માટે આવ્યા હતા. રાત્રે થયેલા ઝઘડામાં ગંભીર ઈજાઓથી હર પ્રસાદનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.