માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે આવેલ ભારતીય વિદ્યાભવન જીઆઇપીસીએલ એકેડેમી ખાતે મામલતદાર શ્રી એચ વી ચાવડાની ઉપસ્થિતિમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ-૧ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓએ રંગતરંગ શીર્ષક અંતર્ગત રંગબેરંગી કપડાઓ પહેરી સંગીત સાથે પોતાની કૃતિઓ રજૂ કરી હતી શાળાના આચાર્યશ્રી વૈભવ અગ્રવાલ તેમજ જીઆઇપીસીએલ કંપનીના સચિવ એચપી રાવ ઉપસ્થિત રહ્યા હતા સાથે મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો હતો