અંજાર: સચ્ચિદાનંદ મંદિરે રાજ્ય મંત્રી ત્રિકમભાઇ છાંગાએ આશિર્વાદ મેળવ્યા
Anjar, Kutch | Oct 21, 2025 રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા નવનિયુક્ત મંત્રી ત્રિકમભાઈ છાંગાએ આજે અંજાર ખાતે સચિદાનંદ મંદિરે પહોંચીને ભગવાનના દર્શન કર્યા અને મહંત ત્રિકમદાસજી મહારાજના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તો અને સ્થાનિક આગેવાનોની ભારે ભીડ ઉમટી હતી. મંત્રી ત્રિકમભાઈ છાંગાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.મહંત ત્રિકમદાસજી મહારાજે તેમને આશીર્વાદ આપ્યા હતા.આ અવસરે અંજાર શહેરના અનેક આગેવાનો, સંતો-મહંતો, કાર્યકરો તથા નાગરિકોએ હાજરી આપી હતી