જાંબુઘોડા: હવેલી ગામે જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમા વડાપ્રધાન નરેન્દ્રમોદીના મન કી બાતનો લાઇવ કાર્યક્રમ નિહાળવાનુ આયોજન કરાયુ હતુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર રેડિયો કાર્યક્રમ મન કી બાતના 126મા એપિસોડ આજે રવિવારે સવારે 11 કલાકે યોજાયો હતો.જે અંતર્ગત જાંબુઘોડાના હવેલી ગામે મન કી બાત નો લાઇવ નિહાળવાનો કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખ મયકકુમાર દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં સૌ ભાજપા કાર્યકર્તાઓને હર ઘર સ્વદેશી,ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સંકલ્પ લેવડાવી ઉપયોગ કરી અને સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રાથમિકતા આપવા આહવાન કર્યું હતુ