ખેડબ્રહ્મા: શહેરના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂતોએ પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું
આજે બપોરે 3 વાગે મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પરીસર, પૂસા, ન્યુ દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના તેમજ અન્ય કૃષિ સંલગ્ન યોજનાઓના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સાબરકાંઠા જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડબ્રહ્મા ખાતે ૨૭૫ જેટલા ખેડૂતોએ નિહાળ્યું હતું.