આજ રોજ મહુધા વિધાનસભા વિસ્તારના ચાપાજીની મુવાડી ખાતે આવેલ ગ્રાઉન્ડ પર મહુધા વિધાનસભા ધારાસભ્ય શ્રી અને રાજ્ય સરકારના મંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ રૂબરૂ સ્થળ તપાસ કરી. આવનાર પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને યુવાન-યુવતીઓને ઉત્તમ અને સુરક્ષિત પ્રેક્ટિસ મળી રહે તે માટે ગ્રાઉન્ડનું લેવલિંગ, સપાટી સમાનતા તથા દોડવા યોગ્ય ટ્રેક તૈયાર કરવા સંબંધિત જરૂરી માર્ગદર્શન આપી તાત્કાલિક કામગીરી શરૂ કરાવી.