હાલોલના કંજરી રોડ પર આવેલ કલરવ સ્કૂલની બાજુમાં તા.16 ડિસેમ્બર શુક્રવારના રોજ સાજના સુમારે એક ગાયનું વાછરડું અચાનક પાણી ભરેલા ઊંડા કુવામાં પડી જતા ચિંતા ફેલાઈ હતી.ઘટનાની જાણ તાત્કાલિક હાલોલ ફાયર ટીમને કરતા ફાયર વિભાગની ટીમ જરૂરી સાધનો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ પાણીમાં ફસાયેલા ગાયના વાછરડાને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.