માતર: પરીએજ પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ,વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા
Matar, Kheda | Oct 24, 2025 મળતી વિગતો અનુસાર લાંભા ના જય કુહાડ પોતાની પત્ની સાથે 22 ઓક્ટોબરના રોજ રાત્રે 11:30 કલાકે આસપાસ બાઈક લઈને પર્યજ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તારાપુર બાજુથી પૂરતા ઝડપે આવતા બાઇક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં જય તથા તેની પત્ની રોડ પર પટકાવતા ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે બીજી તરફ અકસ્માત સર્જનાર બાઈક ચાલક તથા તેની પાછળ સવાર વ્યક્તિ રોડ પર પટકાતા સારવાર અડધી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાઈક ચાલકનું મૃત્યુ થયું હતુ.