વલસાડ: પારનેરા ગામ ડુંગરી ફળિયામાં એક ઘરમાં 1,79,100 સોનાના દાગીનાની ચોરી થતાં રૂરલ પોલીસ મથકે ફરિયાદ
Valsad, Valsad | Sep 24, 2025 બુધવારના 1 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ| તારીખ 23 9 2025ના રોજ ફરિયાદી અચ્છે લાલ ચોરસિયા કોઈ કામ અર્થે પોતાના ઘરે લોક કરીને નીકળી ગયા હતા જે દરમિયાન અજાણ્યા ચોર ઈસમો ઘરમાં ઘૂસી અલગ અલગ સોનાના દાગીના મળી 1,79, 100ના સોનાના દાગીના ચોરી કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. તેઓ ઘરે આવી| ચેક કરતા ચોરી થયા હોવાને જાણ થતા 26 નંગ સોનાના| દાગીનાને ચોરી અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે.