બાબરા: બિલ્ડિંગનું બાંધકામ ઝડપી ગતિએ — બાબરા ખાતે નવી આર્ટ્સ-કોમર્સ કોલેજ બનશે વિદ્યાર્થીઓ માટે નવી સુવિધાઓ
Babra, Amreli | Nov 24, 2025 માર્ગ અને મકાન વિભાગ–રાજ્ય હેઠળ જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓ તથા નવી કોલેજ સહિતના અનેક બાંધકામ કાર્યો પુરજોશમાં ચાલી રહ્યા છે. બાબરા ખાતે ટૂંક સમયમાં નવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું નિર્માણ પૂર્ણ થવાથી બાબરા–લાઠી વિસ્તારના વિદ્યાર્થીઓને લાંબુ અંતર કાપીને અન્ય જગ્યાએ અભ્યાસ માટે જવું નહીં પડે. અદ્યતન શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ આ નવા કોલેજ કેમ્પસમાં લગભગ એક હજાર જેટલા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની ઉત્તમ તક મળશે.