તળાજા: જાગધાર ગામે જૂનીઅદાવતમાં હુમલો: બે ભાઈઓ સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાયો
ફરિયાદી રમેશભાઈ ડાયાભાઈ શિયાળના જણાવ્યા અનુસાર, તા. 27 જુલાઈ, 2026ના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે તેઓ ચોકડી નજીક આવેલી ગીરનારી પાન મસાલાની દુકાને ગયા હતા. તે દરમિયાન આરોપી રમેશભાઈ જસમતભાઈ પરમાર દારૂના નશામાં આવી ગાળો બોલવા લાગ્યા હતા અને હાથમાં પહેરેલા કડાથી માથામાં હુમલો કરતાં તેમને ઇજા પહોંચી હતી. ફરિયાદ મુજબ, ત્યારબાદ ફરિયાદીના પુત્ર નયન સ્થળે પહોંચતા આરોપીના ભાઈ માયાભાઈ જસમતભાઈ પરમારએ પણ તેના પર હુમલો કરી મોઢા અને શરીરના ભાગે માર માર્યો હતો. આ