દીનદયાલ પોર્ટ કંડલાની ડ્રાય કાર્ગો જેટીઓને પીપીપી (PPP) મોડેલ હેઠળ ખાનગી કંપનીઓને સોંપવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવ સામે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ચેમ્બર પ્રમુખ તેજાભાઇ કાનગડની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પોર્ટ વપરાશકારોએ ભીતિ વ્યક્ત કરી છે કે ખાનગીકરણથી મોનોપોલી વધશે, શિપિંગ ખર્ચમાં વધારો થશે અને મીઠા ઉધોગ સહિતના એક્ઝિમ વોલ્યુમને ફટકો પડશે. અગાઉ પણ જેટી નં. 11થી 16માં પીપીપી મોડેલ નિષ્ફળ રહ્યું હોવાનું જણાવ્યું હતું.