પાલિકા પ્રમુખે કહ્યું નગરજનોને 20 વર્ષ સુધી પાણીની તકલીફ ન પડે તેવા આયોજન સાથે નવીન સમ્પ અને ઓવરહેડ ટાંકીઓ બનાવાશે.
Palanpur City, Banas Kantha | Dec 18, 2025
પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનભાઈ સોલંકીએ જણાવ્યું કે આજે ગુરુવારે પાલિકા દ્વારા મહત્વના બે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં નગરજનોને 20 વર્ષ સુધી પાણીની તકલીફ ન પડે તેના આયોજનના ભાગરૂપે નવીન સમ્પ અને ઓવરહેડ ટાંકીઓ બનાવવામાં આવશે.