અમરેલી જિલ્લામાં તસ્કરો સક્રિય બન્યા છે. સાવરકુંડલા તાલુકાના બોરાળા ગામમાં માતાજીના મઢ તેમજ શૈલણા ગામમાં એક રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. બંને બનાવોમાં મળીને રૂ. 1,74,500ના મુદ્દમાલની ચોરી થવાની ફરિયાદ નોંધાઈ છે. શિયાળાની ઠંડીનો લાભ લઈ તસ્કરો ચોરીના ગુનાઓને અંજામ આપી રહ્યા હોવાની ચર્ચા છે.