લીંબડી: લીંબડી માં વાંધા અરજી નું મનદુખ રાખી દંપતિ પર હુમલાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ.
લીંબડી મા જનકપુરી ખાતે રહેતા ભરત નાનજીભાઇ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યુ છે કે તેઓ ડોરીના માર્ગે આવેલા ખેતરે કામ કરતા હતા ત્યારે તેમના કૌટુંબિક ભાઇ નરશી ઠાકરશી પરમાર અને તેમના પત્ની સુરજબેન ખેતરમાં આવીને બોલાચાલી કરવા લાગ્યા હતા ત્યારે તેમના બે દિકરા પરેશ અને કમલેશ નરશીએ આવી બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી મુઢ ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાઇ છે લીંબડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.