ખેડબ્રહ્મા: તાલુકાના લક્ષ્મીપુરા ની શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
આજે બપોરે 12 વાગ્યાની આસપાસ ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ખાતે આવેલ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાના હસ્તે આ નિદાન કેમ્પને ખુલ્લો મુકાયો હતો. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ આ નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે નાયબ કલેક્ટર નિમેશ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય, સામાજિક શૈક્ષણિક હોદ્દેદારો સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.