પલસાણા: કરણ ગામે આગળ ચાલતી કારમાં પાછળથી ઇનોવા કારે અથડાવતા અકસ્માત થતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા
Palsana, Surat | Sep 19, 2025 કરણ ગામેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 48 ઉપર સાંજે એક અકસ્માત સર્જાયો હતો જેમાં હાઈવે ઉપર ચાલતા વાહનો વચ્ચે રાખવાનું સુરક્ષિત અંતરના અભાવે કાર ઠટકાઈ હતી. એક વેગનઆર કાર નંબર GJ 05 JN 8968 કડોદરા થી પલસાણા તરફ પોતાની ગતિએ જઈ રહી હતી ત્યારે આ કારના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી પુર ઝડપે આવતી ઇનોવા કાર નંબર GJ 05 RL 7138 ના ચાલકે પોતાની કાર કંટ્રોલ નહી કરી શકતા આગળ ચાલતી વેગનઆર કાર સાથે ધડભેર અથડાતા હાઈવે ઉપર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા