વિસનગર શહેરના મોહનનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતા આજે મહિલાઓનો પિત્તો ગયો હતો. "પાણી નહીં તો વેરો નહીં" અને "ટેન્કરના પૈસા પાછા આપો" ના નારા સાથે મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે ધસી જઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલ કર્યો હતો.