ભરૂચ: ભરૂચ સી ડિવિઝન પોલીસે તવરા ગામની માતૃછાયા રેસિડેન્સીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી હતી
ભરૂચના તવરા રોડ પર આવેલી માતૃછાયા રેસિડન્સીમાં બી-61 નંબરના મકાનની સામે એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે.જેવી બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 975 નંગ બોટલ મળી આવી હતી પોલીસે દારૂ અને કાર મળી કુલ 11.31 લાખના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગર પ્રિયંકા હેતભાઇ પરમલભાઇ પુરાણીને ઝડપી પાડી હતી જ્યારે વિદેશી દારૂ આપી જનાર વલસાડ ખાતે રહેતો કૌશલ પરમારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.