ગાંધીધામના કિડાણા ચાર રસ્તા નજીક 19 તારીખના રાત્રે 9 વાગ્યાંની આસપાસસ હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી. સૂત્રોના જણાવ્યા મુજબ એક કારચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક સવાર પ્રદીપ જાટોલીયા નામના યુવકનું ઘટનાસ્થળે જ દુઃખદ મૃત્યુ થયું. ટક્કર બાદ કાર માર્ગ પરથી ઉતરી બાજુમાં આવેલા નાળામાં ખાબકી ગઈ હતી. અકસ્માત બાદ કારચાલક ત્યાંથી ફરાર થઈ જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે