બારડોલી ખાતે દેસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નાલંદા વિદ્યાલય (અંગ્રેજી માધ્યમ) દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ૨૭ ડિસેમ્બર ૨૦૨૫, શનિવારે સાંજે નંદિદા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પ્રતિભા, ભારતીય સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો સુંદર સંગમ જોવા મળ્યો. રંગારંગ નૃત્યો, નાટિકાઓ, સંગીત અને વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કર્યા.