વિસનગરના પાલડી ગામમાં સ્વચ્છતાના અભિયાન વચ્ચે એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી અને ગટર લાઈનની સમસ્યાઓ વચ્ચે, ગઈકાલે કેટલાક અસામાજિક તત્વોએ ગામની મુખ્ય ડ્રેનેજ લાઈનને જાણીજોઈને બ્લોક કરી દીધી હતી. આ ઘટનાને પગલે આખા ગામમાં ગંદકી ફેલાવવાનો ભય ઊભો થયો હતો.