મ્યુલ હંટ ઓપરેશન અંતર્ગત બોગસ બેંક ખાતા અંગેની તપાસમાં એક પછી એક ફરિયાદો નોંધાઈ રહી છે અને મૂળ સુધી પહોંચવા કવાયત ચલાવવામાં આવી રહી છે. દરમિયાનમાં જામનગરમાં બોગસ બેંક ખાતાની આ તપાસમાં વધુ એક મામલો પોલીસમાં પહોંચ્યો છે..જેમાં પેઢીના બ્રાસ વેપારી સહિત ચાર સામે ફરિયાદ દાખલ થઈ છે. 9.60 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. અત્યાર સુધી અલગ અલગ પોલીસ મથકોમાં 23 ફરિયાદમાં 54 શખ્સોનો સમાવેશ થયો છે.