જુના કકરવા ગામ નજીક આવેલ એક મોટા ગોડાઉનમાં અગમ્ય કારણોસર વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગવાને કારણે ઘાસચારો બળીને રાખ થયો હતો. ભચાઉ નગર પાલિકાની ફાયર ટીમને જાણ થતાં ફાયર ફાઇટર પ્રવીણ દાફડા, શક્તિસિંહ સોઢા, મયુર રામાનંદી સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કલાકો બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યું હતું.