તળાજા: રેલીયા ગામે વાડી વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિની લાશ મળતા ચકચાર
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રેલીયા ગામે વાડી વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, રેલીયા ગામની સીમમાં આવેલા બાજરીના ખેતરમાં એક અજાણ્યા વ્યક્તિનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. મૃતદેહ મળતા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. રેલીયા ગામના સરપંચના પુત્ર અતુલભાઈ પાસેથી મ