શહેરા: શહેરાની સદનપુર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું
શહેરા તાલુકાની બી.એ. બારીઆ ખટકપુર કલસ્ટરમાં આવતી સદનપુર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું,જેમાં શહેરા બી.આર.સી. કો ઓર્ડીનેટર અને ડૉ. ઝીલ વ્યાસ, સી.આર.સી. કો. ઓર્ડીનેટર, પગાર કેન્દ્રના આચાર્યો,શિક્ષકો, બાળ વૈજ્ઞાનિકો તેમજ શાળા પરિવાર અને ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.