ચુડા: ભારત રેલવે વિભાગે શરૂ કરેલી ભાવનગર હરિદ્વાર ટ્રેન ને રાણપુર અને ચુડા ખાતે સ્ટોપ આપવા રેલવે મંત્રીને રજૂઆત કરતા જગદીશભાઇ
ઝાલાવાડ ના લોકો ને હરિદ્વાર જો ટ્રેન મારફતે જવું હોય તો અમદાવાદ જવુ પડતુ હતુ પણ હવે ભાવનગર હરિદ્વાર ટ્રેન શરૂ થતા ઝાલાવાડ ના લોકો ને ઘણી રાહત થઈ છે. આ ટ્રેનને જો રાણપુર ચુડા ખાતે સ્ટોપેજ મળે તો ધર્મપ્રેમી જનતા ને ઉત્તરાખંડ ની યાત્રા અથવા રાજસ્થાન કે દિલ્હી તરફ જવા ઘર આંગણે જ સુવિધા ઉપલબ્ધ થાય આ બાબતે સામાજિક આગેવાન જગદીશભાઈ મકવાણા એ પ્રતિક્રિયા આપી હતી અને વહેલી તકે ચુડા ખાતે સ્ટોપેજ આપવા માટે લેખિત રજૂઆત કરી હતી.