અમરેલીની સ્પેશ્યલ પોકસો કોર્ટએ સ્પેશ્યલ (પોકસો) કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. બાબરા પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી કરણભાઈ રમેશભાઈ ચૌહાણને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એન) તથા પોકસો એક્ટની કલમ ૪, ૮ અને ૧૮ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આરોપીને કુલ ૧૦ વર્ષની સખત કેદ તથા દંડની સજા ફટકારવામાં આવી છે. તમામ સજાઓ એકસાથે ભોગવવાની રહેશે.