તાજપર ગામે મકાનમાંથી સોના-ચાંદીના દાગીના રોકડ રકમ સહિત 86000 ની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ
Botad City, Botad | Sep 19, 2025
બોટાદના તાજપર ગામે રહેતા અરજણભાઈ દેવરાજભાઈ સેલીયા સવારના સમયે વાડીએ ગયા હતા અને તેમના પત્નિ મુક્તાબેન ઘરે તાળું મારી પાડોશમાં રહેતા ઈશ્વરભાઈ પોપટભાઈ જળોદરાને ત્યા બેસવા ગયા હતા ત્યારે કોઈ અજાણ્યો ઈસમ અરજણભાઈના ઘરે જીરૂં વેચાણના રોકડા રૂપિયા 50,000, સોનાની 3 વીંટી જેની કિમત રૂપિયા 16,000 અને સોનાની ચેઇન જેની કિમત રૂપિયા 20,000 મળી કુલ કિમત રૂપિયા 86,000ના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો.આ બનાવ અંગે અરજણભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે