નડિયાદ: શહેરમાં જાહેરમાં ગંદકી કરનારની ખેર નથી:ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનુ નિવેદન
નડિયાદમાં હવે જાહેરમાં ગંદકી કરનારની ખેર નથી .જાહેરમાં કચરો ફેકનાર સામે કોર્પોરેશન દ્વારા કરાશે દંડાત્મક કાર્યવાહી.દુકાનો માંથી પણ લોકો સવાર માં કચરો વાળી સીધો રસ્તો પર નાખે છે, તેની સામે પણ કાર્યવાહી થશે.નડિયાદ કોર્પોરેશન દ્વારા આયોજિત સ્વચ્છોત્સવ કાર્યક્રમ માં ધારાસભ્ય પંકજ દેસાઈનું નિવેદન.નવી બનેલી કોર્પોરેશન હવે આસપાસના તમામ ગામડાઓ માં ડોર ટુ ડોર કલેક્શન હાથ ધરવામાં આવશે.