વિજાપુર: વિજાપુર એપીએમસી તમાકુ માર્કેટ માં ટેકા ભાવે મગફળીની ખરીદીની ૪૨,૨૦૦ આવક નોંધાઈ
વિજાપુર એપીએમસી દ્વારા તાલુકાના ખેડૂતોના હિતમાં સરકારે નક્કી કરેલા ટેકા ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થતાં જેમાં ખેતીપાકની જંગી આવક નોંધાઈ રહી છે. વિશ્વસનીય માહિતી મુજબ તાલુકામાં નોંધાયેલા આશરે ૮૦૦૦ ખેડૂતોમાંથી ૧૯૪૦ ખેડૂતોને સંદેશા મારફતે જાણ કરી મગફળી સપાટે પહોંચાડવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.જેમાંથી અનેક ખેડૂતો પોતાની ઉપજ લઈને એપીએમસી તમાકુ માર્કેટ ખાતે પહોંચી ગયા હતા.આજરોજ સોમવારે સાંજે ચાર કલાક સુધી કુલ ૪૫,૨૦૦ આવક નોંધાઈ છે.