વલસાડ: કચીગામથી ૭૭ વર્ષીય વૃદ્ધ ગુમ|
Valsad, Valsad | Sep 23, 2025 મંગળવારના 4:30 કલાકે ગુમ અંગે પોલીસે આપેલી વિગત મુજબ વલસાડ તાલુકાના કચીગામ નાયકી ફળિયા ખાતે રહેતા ૭૭ વર્ષીય મગનભાઈ રણછોડભાઈ પટેલ તા.0૭/૦૯/૨૦૨૫ના| રોજ રાત્રે ૧૨-૦૦ થી સવારે ૭-૦૦ વાગ્યા દરમિયાન કોઇને કંઈ પણ કહ્યા વિના કોઈ અગમ્ય કારણસર કશે જતા રહ્યા| હતા. તેમની શોધખોળ કરતા તેમની કોઈ ભાળ મળી નથી અને તેઓ આજદિન સુધી પરત ફર્યા નથી. ગુમ મગનભાઈ મધ્યમ બાંધો, શ્યામવર્ણ અને ૫ ફૂટ ૩ ઈંચ ઉંચાઈ ધરાવે છે.