મહુવા: મહુવામાં આકરી ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ
મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી અને ભારે બફારાના કારણે લોકો અકળાઈ ઉઠ્યા છે. બપોરના સમયે તાપમાનમાં સતત વધારો થતા જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. શહેરના મુખ્ય રસ્તાઓ બપોર દરમિયાન સૂમસામ દેખાઈ રહ્યા છે, જ્યારે લોકો ગરમીથી બચવા ઠંડા પીણાં અને છાંયડાનો સહારો લઈ રહ્યા છે. ગરમીના કારણે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને કામદારોને ભારે