તળાજા: તળાજા નગરપાલિકાની કામગીરી સામે વોર્ડ નં. 2ના રહેવાસીઓમાં રોષ
તળાજા શહેરના વોર્ડ નંબર-2 વિસ્તારમાં આવેલ રામટેકરી રોડ પર ખોડાભાઈ ખરકના ઘર નજીક સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકાની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ આશરે આઠ મહિના અગાઉ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ રોડની બાજુમાં બ્લોક બેસાડવા તેમજ યોગ્ય લેવલિંગ કરવાની કામગીરી હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી. જેના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી અને પાણી સીધું રહેણાંક વિસ્તારો તરફ વળી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર