ગોધરા: શહેરમાં રાજ્ય સભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર અને ધારાસભ્ય સી.કે. રાહુલજીની ઉપસ્થિતિમાં GST બચત ઉત્સવની ભવ્ય ઉજવણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ લેવાયેલા ઐતિહાસિક GST સુધારાના નિર્ણયને સમગ્ર દેશ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યો છે. આ સુધારાના પરિણામે, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને સીધો આર્થિક લાભ મળી રહ્યો છે, અને દેશની અર્થવ્યવસ્થાને નવી ગતિ પ્રાપ્ત થઈ છે. આ અવસરને ઉજવવા માટે, રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજી, અને ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણ સહિતના ભાજપના કાર્યકર્તાઓ ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં વ