મહુવા: બગદાણા મેલડી માતાજીના મંદિરે થયેલી ચોરીના સીસીટીવી ફૂટે સોશિયલ મીડિયામાં વાયરલ
ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આવેલા પ્રસિદ્ધ મેલડી માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા ભક્તોમાં રોષ અને ચિંતાનો માહોલ સર્જાયો છે. અજાણ્યા તસ્કરો દ્વારા મંદિરમાંથી ચાંદીના સાત છત્રોની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, તસ્કરો મંદિરમાં પ્રવેશી ચાંદીના સાત છત્રોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અ