તળાજા પંથકમાં ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. તળાજા યાર્ડ ખાતે આજે ધાર્મિક વિધિ સાથે ટેકાના ભાવે તુવેર ખરીદીનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેતીપ્રધાન તરીકે ઓળખાતા તળાજા વિસ્તારમાં શેત્રુંજી ડેમ ભરાઈ જવાથી ખાસ કરીને કમાન્ડ એરિયાના ખેડૂતો વર્ષમાં ત્રણ-ત્રણ પાક લઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી તુવેરના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.