લાખણી: લવાણા અંબાજી મંદિર પરિસરમાં હજારો દીવડા પ્રગટાવી હર ઘર સ્વદેશી સ્લોગન અંગદાન મહાદાન રંગોળીઓ પુરી દીપોત્સવની ઉજવણી કરાઈ
રાજ રાજેશ્વરી અંબાજી મંદિર ગામ લવાણા તાલુકો લાખણી માં અંગદાન મહાદાન ના પ્રણેતા આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ દાદા ની પ્રેરણાથી અને અંબાજી મંદિરના મહંત શ્રી ૧૦૦૮ શ્રી કૌશલદાસ બાપુ ની વિશેષ ઉપસ્થિતિમાં દીપોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હજારો દીવડાવો પ્રગટાવી બહેનો દ્વારા હર ધર સ્વદેશી અંગદાન મહાદાન તેમજ અલગ અલગ રંગોળી પુરી અને અંબાજી માતાની આરતી ઉતારી પ્રસાદ લઇ ને ગામના ભાવીક ભક્તોએ ઉત્સાહભેર દિવાળી ની ઉજવણી કરવામાં આવી હતી