ઉમરાળા: ઉમરાળા-ચોગઠ રોડ પર 36 કલાકમાં 3 ગાડીઓ રોડ નીચે ઉતરી જતાં અકસ્માત #jansamasya
આજે તારીખ 30 સપ્ટેમ્બર 2025 ના રોજ ઉમરાળા ચોગઠ રોડ નું કામ છેલ્લા લાંબા સમયથી ખોરંભે ચડતા રાહદારીઓ જીવના જોખમે રોડ પસાર કરી રહ્યા છે આ રોડ એક સાઈડ પૂરો કરી બીજી સાઈડ 1.5 ફૂટ ખોદી નાખતા રોજે નાના મોટા અકસ્માત સર્જાઈ છે આજે મળતી માહિતી મુજબ 36 કલાકમાં ગેસ ડીલીવર કરતી ગાડી સહિત 3 ગાડીઓ રોડ નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયા હતા, તંત્રના જવાબદાર અધિકારીઓને અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો .