ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસે મિલકત સંબંધિત ગુનાઓ આચરતા કિડાણા ગામના માથાભારે ઇસમ ફરીદ ઉર્ફે પૈકો ઇબ્રાહિમ કટિયા (ઉ.વ. 22) ને કચ્છ જિલ્લા અને તેને અડીને આવેલા જિલ્લાઓની હદમાંથી તડીપાર કર્યો છે. પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાના આધારે, ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ ઇસમ વિરુદ્ધ તડીપાર દરખાસ્ત મંજૂર થતાં કાર્યવાહી કરવામાં આવી છે, જેથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.આ કામગીરી બી ડીવીઝન પીઆઇ એસ.વી.ગોજીયા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.