હિંમતનગર: સિવિલ હોસ્પિટલના 10 માં માળેથી મહિલાની મોતની છલાંગ
હિંમતનગર સિવિલ ક્વાર્ટરમાં મહેમાનગતિએ આવેલી મહિલાએ આપઘાત કર્યો. શર્મિષ્ઠા પરમાર નામની આ મહિલાએ સિવિલ ક્વાર્ટર્સના દસમા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો છે. ગંભીર રીતે ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતા જ હિંમતનગર એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આત્મહત્યા પાછળનું