આજે બુધવારના રોજ જાંબુઘોડા-ઝંડ રોડ પર એક છકડા રિક્ષા અને નીલગાય વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રિક્ષાને ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે જાનહાની ટળી હતી. જાંબુઘોડાથી પેસેન્જર ભરીને ફરતો એક છકડો જ્યારે ઝંડ તરફ જઈ રહ્યો હતો ત્યારે પાણીયારા ગામ નજીક અચાનક ખેતરોમાંથી એક નીલગાય દોડી આવી હતી. પૂરપાટ ઝડપે આવેલી નીલગાય ચાલુ છગડા સાથે ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે નીલગાય ભટકાયા બાદ તુરંત જંગલ તરફ ભાગી ગઈ હતી