વેજલપુર: અમદાવાદ પોલીસે ગોતા નજીક ભાવનગરના વેપારી પાસે 1.80 લાખ પડાવ્યા
અમદાવાદમાં ભાવનગરના વેપારીને ડરાવી ધમકાવીને 1.80 લાખ પડાવ્યાની ઘટના સામે આવી છે. ભાવનગરના જીતુભાઈ નામના વેપારી તેના કામ અર્થે અમદાવાદમાં જગતપુર પાસેથી તેમની કારમાં પસાર થઈ રહ્યા હતા. આ સમયે બે પોલીસકર્મીઓએ તેમને રોક્યા અને કારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન વેપારીની કારમાંથી રોકડ રૂપિયા મળી આવ્યા હતા.