જૂનાગઢ: દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને મહાનગરપાલિકાની ફાયર ટીમ રહેશે સ્ટેન્ડ બાય, મ્યુનિસિપલ કમિશનરે આપી માહિતી
દિવાળીના દિવસે લોકો તહેવારની ઉજવણી કરતા હોય છે અને રાત્રિના સમયે ફટાકડા ફોડવામાં આવે છે તે સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને જેને લઇને મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમો સ્ટેન્ડ બાય રહેશે, શહેરના મધુરમગેટ ઝાંઝરડા ચોકડી સાબલપુર મજેવડી ગેટ દિવાનચોક ઝાંસીની રાણીના સર્કલ ખાતે આ ટીમોને ખડે પગે રાખવામાં આવશે.