રાપર: કાકાની દીકરી જોડે પ્રેમ હોવાના વહેમ રાખી ત્રંબો ગામે યુવકની કરપીણ હત્યા,આરોપી ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરાયો..
Rapar, Kutch | Oct 28, 2025 રાપર તાલુકામાં ગત રાત્રે પ્રેમ સંબંધનો વ્હેમ રાખીને યુવકની કરપીણ હત્યા નિપજાવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતીં.. જે બાદ રાપર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ને દબોચી લઈ ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો..પોતાના કાકાની દીકરી જોડે મરણ જનારને પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખીને ભરતે ગામના બસ સ્ટેશન પાસે જાહેરમાં ધનસુખ ડોડિયા નામના યુવકનું ઢીમ ઢાળી દીધું હતું.